Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. 3 જુલાઈ, 2024ના રોજ 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. આમ, આ નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારી લાભ થશે.

મોંઘવારી ભથ્થાની 6 માસની, એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપતામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદનુસાર, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગસ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.