અભ્યાસ અને પરીક્ષામાં ઉપયોગથી ચિંતિત ન્યુયોર્કના શિક્ષણ વિભાગે સ્કૂલના ડિવાઈસ પર ચેટજીપીટીના એક્સેસ પર રોક લગાવવાની જાહેરાત કરી છે. તે કહે છે કે ટૂલથી જલદી અને સરળતાથી ઉકેલ મળી જાય છે પણ સમસ્યાઓના સમાધાનનો હુન્નર અને ક્રિટિકલ થિંકિંગ વિકસિત કરતું નથી જે શિક્ષણ અને જીવનમાં સફળતા માટે જરૂરી છે.
લોસ એન્જેલસ, બાલ્ટીમોર અને સિએટલની સ્કૂલોએ પણ આવું જ પગલું ભર્યું છે. યેલ યુનિવર્સિટીમાં લેક્ચરર જોન લિપમેન કહે છે કે તેનું એક્સેસ રોકવું ખોટું છે. રોજિંદા જીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગને જોતા યુવાઓને તેની સાથે કામ કરવા માટે જાગૃત કરવાની જરૂર છે. નવી પેઢીને તેના યોગ્ય ઉપયોગ વિશે જણાવવાની જરૂર છે.
તેના જોખમ, ખામીઓ શું છે તેનાથી શું પૂછવામાં આવે અને નૈતિક ઉપયોગ કેવી રીતે થાય. પ્રતિબંધ કોઈ ઉપાય નથી. વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર તેને એક્સેસ કરી શકશે. આ હરીફાઈમાં વપરાય તો તે સ્કિલ વધારવાની તક પણ આપશે.
ટીચિંગમાં મદદ માટે ઉપયોગ કરો, પ્રતિબંધ કોઈ ઉપાય ન હોઈ શકે
જોખમ: નકલ મશીન બનવાની શક્યતા
શિક્ષણ નિષ્ણાતો કહે છે કે ચેટજીપીટીએ જેન્ડર પર તાત્કાલિક પેપર તૈયાર કર્યું. તે ઝડપથી નકલ મશીન બની શકે છે. હોમવર્ક એસાઇન્મેન્ટ તૈયાર કરી શકે છે. એવામાં તેના ઉપયોગ અંગે સાવચેતી જરૂરી છે. ક્રિટિકલ થિંકિંગ અને સમસ્યા ઉકેલવાની સ્કિલ શીખવવામાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરો. ચેટ જીપીટીને રિપોર્ટનું વિશ્લેષણ કરવા આપો. તેને સ્ત્રોત, પ્રામાણિકતા શોધવા માટે કહો. શિક્ષક નકલ રોકવાનાં પગલાં ભરી રહ્યાં છે. હાથ વડે કે ક્લાસમાં લખવા કહી રહ્યા છે. વિદ્યાર્થીઓ એવી એપ વિકસિત કરી રહ્યા છે જે તેના ટેક્સ્ટ શોધી કાઢે છે.