Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હાર્વર્ડ યુનિવર્સિટીની સ્થાપના 1636માં થઇ હતી. તેનાથી અંદાજે 386 વર્ષ બાદ પહેલી વાર કોઇ અશ્વેત મહિલાની અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઇ છે. ક્લોડીન ગે હાર્વર્ડના 30મા અધ્યક્ષ બન્યા છે. આ સાથે જ આ સન્માન પ્રાપ્ત કરનારાં બીજાં મહિલા પણ છે. ગે યુનિવર્સિટીમાં એક ડીન અને ડેમોક્રેસી સ્કોલર પણ છે.


જોકે પ્રેસિડેન્ટ તરીકે જુલાઇ 2023માં કાર્યભાર સંભાળશે. તેઓ લોરેન્સ બેકોનું સ્થાન લેશે જે પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે પદ છોડી રહ્યાં છે. 2001થી 2012 સુધી બ્રાઉન યુનિવર્સિટીનું નેતૃત્વ કરનારા રૂથ સિમન્સ પછી ગે આઇવી લીગમાં એકમાત્ર અશ્વેત અધ્યક્ષ અને બીજા અશ્વેત મહિલા છે. 52 વર્ષના ડૉક્ટર ગે 2006થી હાર્વર્ડમાં આફ્રિકન અને આફ્રિકન-અમેરિકન સ્ટડીઝના પ્રોફેસર છે.

અગાઉ, ડૉ. ગે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના આસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસર હતા. અહીં તેમણે ઇકોનોમિક્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. તેમણે 1998માં હાર્વર્ડમાંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ફિલિપ્સ એક્સેટર એકેડેમીમાંથી 1988ની બેન્ચના ગ્રેજ્યુએટ છે.

અસમાનતાનો મુદ્દો ઉઠાવનાર ગેને અમેરિકન રાજકીય ભાગીદારીના મુદ્દા પર અગ્રણી અવાજ મનાય છે. તેઓ હાર્વર્ડની અસમાનતા વિષયને લગતા સેન્ટરના સંસ્થાપક અધ્યક્ષ પણ છે, જે વૈશ્વિક દૃષ્ટિએ ગરીબી અને શૈક્ષણિક અવસર પર અભાવ અને અમેરિકન અસમાનતા જેવા મુદ્દાઓ પર રિસર્ચ કરે છે.