Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસે દરેક મોટાં શહેર અને જિલ્લા - તાલુકા મથકોમાં લોક દરબાર યોજી કરજદારોને વ્યાજખોરોની કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે આહવાન કરતા બે સપ્તાહમાં જ 500થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે. જ્યારે 643 લોકો સામે ગુના દાખલ થયા છે અને 468થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેંકડો લોકોએ વ્યાજખોરોના આતંક વિશે ભીની આંખે પોલીસને રજૂઆત કરી હતી.


મોટાભાગની ફરિયાદોમાં જણાયું હતું કે કરજદારે નક્કી થયા મુજબ ઊંચું વ્યાજ અને મુદ્દલ રકમ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. આવા કેટલાક કિસ્સામાં પીડિતોએ આપઘાત કર્યા હોવાની, ક્યાંક કરજદારોની પત્નીઓનો ઉપભોગ કર્યો હોવાની કે તેમની માલમિલકત પડાવી લેવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અમુક કિસ્સામાં તગડું વ્યાજ ઉઘરાવાનારા બીજા કોઇ નહીં પરંતુ પોલીસના સાગરિતો કે રાજકારણીઓની સંડોવણી પણ બહાર આવી છે.

કિસ્સો 1 | વ્યાજખોર એટીએમ મેળવી ચાર વર્ષથી પગાર પડાવી લેતો
ગોમતીપુરના યુવકની માતાને હાર્ટ એટેક આવતા દાખલ કરી હતી, જેથી તેણે બહેરામપુરાના વ્યાજખોર પાસેથી રૂ.1 લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરો યુવકનંુ બેંકનું એટીએમ, પાસબુક, ચેક બુક મેળવી લીધી હતી. બાદમાં છેલ્લા ચાર વર્ષથી યુવકનો જે પણ પગાર આવે તે બારોબાર વ્યાજખોર મેળવી લેતો હતો. ચાર વર્ષમાં રૂ.4.50 લાખથી વધારે રૂપિયા મેળવ્યા છતાં પણ વધુ પૈસાની માંગણી કરીને ત્રાસ આપતો હતો.

કિસ્સો 2 | બે લાખના પાંચ લાખ ભર્યા છતાં વ્યાજખોરની ધમકીથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો..
આનંદનગરના યુવકે બે લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધા હતા. ધીમે ધીમે કરીને કુલ 5 લાખ રૂપિયા વ્યાજખોરને ચૂકવી આપ્યા હોવા છતા વ્યાજખોર વધુ વ્યાજની માંગણી કરીને પરિવારને ઉઠાવી દેવાની ધમકી આપતો હતો. તંગ આવીને યુવકે જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કિસ્સો 3 | રૂ.2 લાખના 3.60 લાખ આપ્યા છતાં વ્યાજખોરે કાર પડાવી લીધી
સોલામાં રહેતા યુવકે 1 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા બાદ 3.60 લાખ ચૂકવી પણ આપ્યા હતા, તેમ છતાં વધુ પૈસાની માંગણી કરીને યુવકના ઘરે જઈને કાર પડાવીને પૈસા નહીં આપે તો કાર નહીં આપંુ તેમ કહીને કાર લઈ ગયો હતો.