ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ એટલે કે ઈન્ડિગોએ સોમવારે 500 એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ ખરીદવાની જાહેરાત કરી છે. આ સાથે ઈન્ડિગો એક જ વારમાં આટલો મોટો ઓર્ડર આપનારી પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ છે. આ એરક્રાફ્ટની ડિલિવરી 2030 અને 2035 વચ્ચે થવાની આશા છે.
કોમર્શિયલ એવિએશન ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. ઈન્ડિગો પહેલા આ રેકોર્ડ એર ઈન્ડિયાના નામે હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિગો 500 એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ ખરીદવા માટે 50 અબજ ડોલર એટલે કે 4.09 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. જો કે, ઓર્ડરની વાસ્તવિક કિંમત થોડી ઓછી હોઈ શકે છે, કારણ કે આવા મોટા સોદાઓ સામાન્ય રીતે ભારે ડિસ્કાઉન્ટ મળે છે.