દેશમાં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ રેવેન્યૂમાં આંશિક વૃદ્ધિને કારણે ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જીન 270 બેસિસ પોઇન્ટ (bps) ઘટીને 18-19 ટકાની આસપાસ રહ્યું હોવાની ધારણા છે. જો કે છેલ્લા 6 ક્વાર્ટરમાં પહેલીવાર ઓપરેટિંગ માર્જીનમાં ક્રમિક રીતે વધારો જોવા મળશે તેવું ક્રિસિલે જણાવ્યું હતું.
ક્રિસિલના રિપોર્ટ અનુસાર કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ નબળી વૈશ્વિક માંગને કારણે વાર્ષિક સ્તરે રેવેન્યુમાં 14 ટકાના વધારા સાથે તે રૂ.10.9 લાખ કરોડને આંબશે. કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેગમેન્ટ તેમજ કેટલીક પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારાને કારણે વોલ્યુમમાં સ્થિર વૃદ્ધિને પગલે આવક વધશે. ક્રમિક રીતે, રેવેન્યૂ ગ્રોથમાં 0.9 ટકાનો ઘટાડો જ્યારે નફાકારકતા ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 140 બેસિસ પોઇન્ટ વધી છે.
વૈશ્વિક સ્તરે કોમોડિટીની ઘટતી કિંમતના ટ્રેન્ડને પરિણામે છેલ્લા બે ક્વાર્ટરની તુલનામાં આ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં 270 બેસિસ પોઇન્ટનો ઘટાડો રહેશે. સતત પાંચમાં ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં ઘટાડાનો ટ્રેન્ડ રહેશે. ક્રમિક રીતે છેલ્લા છ ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ માર્જીનમાં 18-19 ટકા સુધીનો વધારો થયા હોવાનો અંદાજ છે જે બીજા ક્વાર્ટર દરમિયાન 17.2 ટકા નોંધાયો હતો.