Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કર્યા બાદ નાણાકીય અને બેન્કિંગ શેર્સમાં પ્રોફિટબુક, કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસીકગાળામાં નબળા દેખાવ, વૈશ્વિક બજારોમાં નિરસ ટ્રેન્ડ અને વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીના કારણે માર્કેટમાં નિરસ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.


સેન્સેક્સમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બે તરફી વોલેટાલિટી જોવા મળી રહી છે. સેન્સેક્સ 280.16 પોઈન્ટ ઘટીને 80148.88 રહ્યો હતો ઇન્ટ્રા-ડે 678.53 પોઈન્ટ ઘટીને 79750.51 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 65.55 પોઈન્ટ ઘટીને 24413.50 બંધ હતો. માર્કેટમાં ઘટાડા છતાં રોકાણકારોની મૂડીમાં સરેરાશ ત્રણ લાખ કરોડથી વધુનો વધારો થઇ 449.48 લાખ કરોડ રહી છે. જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં ઘસારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ પેકમાં બજાજ ફિનસર્વની પ્રથમ ક્વાર્ટરની કમાણી નબળી રહેતા સૌથી વધુ ઘટ્યો હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, કોટક મહિન્દ્રા બેંક, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક અને એસબીઆઇ પણ ઘટીને રહ્યાં હતા. બજેટમાં તમાકુ ઉત્પાદનો પર કોઈ નવો કર ન લાગતા ITC બીજા દિવસે વધીને વર્ષની નવી ઉંચી સપાટી રૂ.510.65 પહોંચ્યા બાદ રૂ.494.05 બંધ રહ્યો હતો. સ્થાનિક રોકાણકારો નિરસ છે પરંતુ મજબૂત સરકારી નાણાકીય અને ગ્રોથ નીતિ FII માટે આકર્ષક છે જોકે, માર્કેટ ગુરુવારે માસિક સમાપ્તિ પછી જ સ્પષ્ટ થશે.