મોટી બહેનને હૂં વિદેશ જવું છું મારી મરજીથી તેવો સંદેશો મોકલીને ડભોઇ પોલીસ મથકમાં નોકરી કરતી મહિલા કોન્સ્ટેબલ બે દિવસ પહેલાં ભેદી સંજોગોમાં ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. તેમની રજૂઆતના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોકો તેના પ્રેમી સાથે મુંબઇ પાસે હોવાનું જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે.
મહિલા કોન્સ્ટેબલ બે દિવસ પહેલાં ભેદી સંજોગોમાં ગુમ
ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મણીબેન ચૌધરી (ઉ.વ.24.રે.થેરવાડા, જિ.બનાસકાંઠા) 16 જાન્યુઆરીએ 8 દિવસની રજાનો રિપોર્ટ મુુકી સાંજે છ વાગે પોલીસ મથકેથી નીકળી હતી. તે પછી બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી પોતાની મોટી બહેનને સંદેશો પાઠવ્યો હતો કે ‘હું મારી મરજીથી વિદેશ જવું છું.’
મોટી બહેનને સંદેશો પાઠવ્યો હતો કે ‘હું મારી મરજીથી વિદેશ જવું છું
ત્યારબાદ તેની બહેન અને પરિવારે ડભોઈ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો પણ મણીબેન ચૌધરીનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. આ પછી પરિવારજનો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ મથકે જાણવા જોગ અરજી કરી હતી. આ સંબંધમાં ડભોઈ પોઇ એસ.જે.વાઘેલા અને એલસીબી પોઈ કૃણાલ પટેલ અને અન્ય ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 48 કલાકમાં બંને મળી જાય તેવી આશા ડભોઇની પોલીસે વ્યકત કરી છે. મોટા હબીપુરાનો યુવક સદામ ગરાસીયા પણ ગુમ થઇ જતાં બંને સાથે ગયા છે કે કેમ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે. જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવીને મહિલા પોલીસ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરી છે.
બંને પાસે પાસપોર્ટ નથી, 28મીએ બંનેવે મૈત્રી કરાર પણ કરી લીધો હોવાનું જણાયું
પોલીસ તપાસમાં એવું પણ સપાટી પર આવ્યું છે કે બંને પાસે કોઈ પણ પ્રકારનો પાસપોર્ટ નથી પણ બંનેએ ગત 28મી ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યાે હોવાનું જાણવા મળ્યું છે. બંને છેલ્લા છ માસથી પરિચયમાં હતા અને તે પછી તે ભાગ્યા હતા.