બિહારના ભાગલપુરમાં એક મજૂરને પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. તે સ્થાનિક ઈંટના ભઠ્ઠા પર મજૂરી કામ કરતો હતો. ગામની જ અમુક ગુંડા તત્ત્વોના ડરથી તેણે કામ છોડી દીધું હતું. હવે તે કામ કરવા જઈ શકશે, કારણ કે તેની સાથે બિહાર પોલીસનો એક બંદૂકધારી ગાર્ડ તેની સાથે જશે.
આ મામલો ભાગલપુર શહેરથી 26 કિલોમીટર દૂર આવેસા જગદીશપુરનો છે. ત્યાં રહેનાર 24 વર્ષનો સંતોષ કુમાર ઈંટના ભઠ્ઠાએ મજૂરી કામ કરે છે. તેના આ કામથી જ તેના પરિવારનું ભરણ-પોષણ થાય છે. 7 મહિના પહેલા એટલે કે જુન 2022માં સંતોષના નાના ભાઈની ખરાબ રીતે હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં કુલ 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે.
સંતોષે જણાવ્યું હતું કે તેને પણ હત્યા કરી દેવાની ધમકીઓ મળી રહી છે. તેને લઈને તે સિનિયર અધિકારીઓ પાસે આવેદન લઈને પહોંચ્યો હતો. જેના પછી કોર્ટના આદેશ પછી સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી.'