Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0નું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જેમાં અલગ અલગ જિલ્લાની 12184 સ્કૂલોનું પરિણામ જાહેર થયું છે.1256 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે એટલે કે, 1256 સ્કૂલોને 75 ટકા કરતા વધુ ગુણ મળ્યા છે.


ગુણોત્સવ 2.0માં વલસાડ જિલ્લાનો પ્રથમ ક્રમ આવ્યો
સ્માર્ટ સિટી અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાંથી એકપણ પ્રથમ ક્રમ લાવી શકી નથી, પરંતુ વલસાડ જિલ્લાનો પ્રથમ ક્રમ આવ્યો છે.116 પ્રાથમિક શાળાઓ ગ્રીન ઝોનમાં (એ-1 ગ્રેડમાં)આવતાં (મુલ્યાંકનમાં લેવાયેલી શાળાના 42.29 ટકા) ગુજરાતમાં પ્રથમક્રમ મેળવી સૌને ચોંકાવી દીધા છે. મહત્વની વાત એ છે કે કપરાડા અને ધરમપુર અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પીવાનું પાણી, મોબાઇલ નેટવર્કનો અભાવ સહિતની સુવિધાનો અભાવ છે,આમ છતાં ગુણોત્સવ 2.0માં વલસાડ જિલ્લા પ્રથમ આવતાં પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ચોંકી ઉઠયા છે.

વલસાડની 116 ગ્રીન ઝોનમાં આવી
તમામ સ્કૂલોમાંથી 1256 સ્કૂલોએ જ એ ગ્રેડ એટલે કે ગ્રીન ઝોનમાં આવી છે. વિવિધ માપદંડમાં 90 ટકાથી વધુ ગુણ મળ્યા હોય તેવી સ્કૂલોને ગ્રીન ઝોનમાં રાખવામાં આવી છે.જેમાંની વલસાડની સૌથી વધુ સ્કૂલો આવતા વલસાડ પ્રથમ ક્રમે છે. જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે.અમદાવાદની 57 સ્કૂલો અને વલસાડની 116 ગ્રીન ઝોનમાં આવી ગઇ છે.

રિપોર્ટકાર્ડમાં સુધારો કરતાં પરિણામ મળ્યું
DPEO બી બીબારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાની 957 પ્રાથમિક શાળાઓમાંથી 273 શાળાનું પરિણામ આવ્યું છે. જે પૈકી 116 શાળાઓ ગ્રીન ઝોનમાં આવી છે. કોરોના મહામારી બાદ શાળાના રિપોર્ટકાર્ડના આધારે સુધારો કરવામાં આવ્યો હતો.દરેક બાબતોનું મુલ્યાંકન થાય છે. ત્યારબાદ સુધારો કરવામાં આવે છે. જેના કારણે પરિણામ સારુ આવ્યું છે.

જિલ્લાની ચાર શાળાઓ રેડ ઝોનમાં આવી
કોરોના મહામારી બાદ શાળામાં ઓફલાઈન શિક્ષણ આપવામાં શાળાના શિક્ષકોએ મહત્તમ પ્રયાસો કર્યા હતા અને હાલના પરિણામ મુજબ રેન્કિંગ લાવી શક્યા છે. પરંતુ વલસાડ જિલ્લાની ચાર શાળાઓ રેડ ઝોનમાં આવી છે. જેમાં વલસાડ તાલુકાની એક,ધરમપુરની બે અને કપરાડા 1 પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.