રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા છે. વાતાવરણમાં પલટાના લીધે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર,દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પડ્યા હોવાના અહેવાલ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘઉ, જીરૂ, જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.
જ્યારે આગામી 5 દિવસ રાજ્યામાં ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદે રાજ્યાના ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. ક્યાક વરસાદી ઝાપટા તો ક્યાક એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.