પાલિકાએ બાયો ડાયવર્સિટી પાર્ક, વાલક અન્ડર પાસ-બ્રિજને નિર્ધારિત સમય કરતાં વર્ષ વહેલાં સાકાર કરવા કામગીરી ઝડપી બનાવી છે. તે પ્રમાણે વહીવટી ભવનનું પણ ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું છે, ત્યારે મહત્ત્વનો ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પણ ટેન્ડર પ્રક્રિયા જે માર્ચ-એપ્રિલમાં હાથ ધરાવાની હતી પરંતુ કમિશનર શાલિની અગ્રવાલે પ્રોજેક્ટને ઝડપી કરવા સૂચના આપતાં હવે ડુમસનો વિકાસ મહિનો વહેલાં ફેબ્રુઆરીમાં ટેન્ડર પ્રસિદ્ઘ કરવાની ગણતરી કરાઇ છે.
ડુમસનો વિકાસ મહિનો વહેલાં
ગત વર્ષમાં શાસકો-તંત્રો વચ્ચે આ પ્રોજેક્ટ પર સરકીટ હાઉસમાં મિટિંગ મળી હતી, 3 મહિને ટેન્ડર બહાર પાડી 2023માં કામગીરી પૂર્ણ કરવાની ગણતરી હતી, પરંતુ કામમાં ઝડપ લાવવા પ્રથમ તબક્કા માટેની ટેન્ડર પ્રક્રિયા ફેબ્રુઆરીમાં જ હાથ ધરી દેવાશે જે માટે સિટી ઇજનેર સેલે કવાયત શરૂ કરી છે. પાલિકા ફસ્ટ ફેઝ (ઝોન-1) અર્બન હબ ઝોન અને ઝોન-3 ફોરેસ્ટ એન્ડ ઇકો ટુરિઝમ જ્યાં લોકો હેલ્થ રિલેટેડ એક્ટિવીટી કરી શકશે. આ બંને ફેઝ માટેના ટેન્ડરો આગામી મહિનામાં સાથે જ જાહેર કરવા માટે તૈયારી કરી દીધી છે.
ઝોન-1 અને ઝોન-2 માટે 132 કરોડ જેટલો ખર્ચ કરાશે
પ્રાથમિક તબક્કે ઝોન-1 અર્બન હબ ઝોન અને ઝોન-3 ફોરેસ્ટ એન્ડ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટ પર કામગીરી કરાશે. આ બંને પ્રોજેક્ટ પાછળ 132 કરોડ ખર્ચનો અંદાજ છ, જેમાં અર્બન હબ ઝોન-96 કરોડ અને ફોરેસ્ટ જગ્યા ડેવલપમેન્ટ 40 કરોડ તથા 5 વર્ષ ઓપરેશન-મેઇન્ટેનન્સ માટે 2 કરોડનો ખર્ચ કરાશે.