છેલ્લા 1 દાયકામાં ભારતીય રિટેલ જ્વેલરી માર્કેટમાં બદલાવ જોવા મળ્યો છે જે ગ્રાહકોની પસંદગી અને સરકારના નિયમોને લીધે જોવા મળ્યો છે. ગ્રાહકોની પ્રાથમિક્તા બદલાતા ઉદ્યોગ અને ગ્રાહકોને વધુ સારા ખરીદીના અનુભવ, પારદર્શક કિંમત, બાયબેક પોલિસી અને ઓનલાઈન તથા બિલ દ્વારા ટ્રાન્ઝેક્શનની મદદથી ખરીદીમાં વધારાએ ઉદ્યોગને સંગઠિત કરી છે.
તેને પરિણામે છેલ્લા 10-15 વર્ષમાં ચેઇન સ્ટોર્સમાં વધારો થયો છે, 2021માં તેણે બજારનો કુલ 35 ટકા હિસ્સો મેળવ્યો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાન્સિલના એક અહેવાલમાં દર્શાવાયું છે. વધુ સારી ડિઝાઈન અને ગ્રાહકોના અનુભવમાં સુધારાની માંગ, હોલમાર્કિંગ અંગેની જાગૃતતા, વધુ સારું ભાવનું માળખું અને હરિફાઈયુક્ત રિટર્ન પોલિસીએ ચેઇન સ્ટોર્સ તરફ લોકોના જુકાવને વેગ આપ્યો છે.
ચેઇન સ્ટોર્સની સાથે રાષ્ટ્રિય ઓપરેશન્સ,માં રોજિંદા પહેરવેશ તથા જલ્દીથી બદલાઈ તેવી જ્વેલરી પર ધ્યાન કેન્દ્રિત થયું છે અને આ વસ્તુઓ તેમના બિઝનેસમાં 50-60 ટકા હિસ્સો ધરાવે છે. આ અહેવાલમાં આગામી 5 વર્ષનો અંદાજ છે, ચેઇન સ્ટોર્સએ સતત વિસ્તરી રહ્યા છે.
ઇન્ટરનેટનો વધતો જતો વ્યાપ અને સ્માર્ટફોનના વેચાણમાં ઉછાળાને પગલે, નવી પેઢીની માંગ વધતા ભારતીય ઓનલાઈન જ્વેલરી માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. મોટાભાગનું વેચાણ જે ગ્રાહકોને થયું છે, તેમની ઉંમર 18થી 45ની વચ્ચેની છે. રસપ્રદ રીતે, જ્યારે ઓનલાઈન જ્વેલરીની ખરીદી વધી છે, તો પણ સરેરાશ ટીકીટ સાઇઝ ફક્ત 5થી 10 ગ્રામની વચ્ચે જ રહી છે.