Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં 12.86 કરોડ લોકો મતદાન કરશે. જોકે રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો રિઝલ્ટને લઈ અનુમાન લગાવી રહ્યા છે. ઘણા લોકોને આશા છે કે પાકિસ્તાનમાં નવાઝ શરીફની પાર્ટી પીએમએલએનના નેતૃત્વમાં હાઈબ્રિડ સરકાર બનવા જઈ રહી છે. જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ (એસઆઈએફસી)ની આસપાસ કેન્દ્રિત હશે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં નાગરિક-લશ્કરી સહયોગ સરકાર માટે માર્ગ મોકળો થઈ રહ્યો છે.


પૂર્વ પીએમ શાહબાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) સરકાર દરમિયાન આ હાઇબ્રિડ મોડલ સરકારનો પાયો નાખવામાં આવ્યો હતો.

પીડીએમ સરકારના કાર્યકાળના અંતે એસઆઈએફસીને વધુ માન્યતા મળી. ત્યાર પછી જનરલ અસીમ મુનીર દ્વારા એસઆઈએફસીને વિકસાવવામાં આવી હતી. તેની પાછળનો તર્ક એ હતો કે પાકિસ્તાનના મૈત્રીપૂર્ણ મુસ્લિમ રાષ્ટ્રો “ફક્ત લશ્કરી આગેવાની હેઠળની વ્યવસ્થા દ્વારા” પાકિસ્તાનમાં રોકાણ કરે.

નવાઝ : PMLNને બહુમત મળે તો ચોથી વખત પીએમ બનશે
નવાઝ કે શાહબાઝ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે કે નહીં તે અંગે હજુ પણ અસ્પષ્ટતા છે. જો પીએમએલએનને નેશનલ એસેમ્બલીમાં બહુમતી મળશે તો નવાઝ શરીફ ચોથી વખત પીએમ બનશે. પરિણામ પીએમએલએનની અપેક્ષાઓ મુજબ નહીં આવે તો શાહબાઝ ગઠબંધન સરકારમાં પીએમ બની શકે છે.

બિલાવલ : નવાઝ સત્તામાં આવશે તો વિદેશમંત્રી બનીશ નહીં
પીએમએલએનને પડકાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો છે. પીપીપીનો દાવો છે કે તે નવાઝ લીગને કેન્દ્રમાં સરકાર બનાવવા દેશે નહીં. સોમવારે પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ પોતાની રેલીમાં કહ્યું કે જો નવાઝ શરીફ 8 ફેબ્રુઆરી પછી પીએમ બનશે તો હું તેમની સાથે વિદેશમંત્રી નહીં બની શકું.