સૈયદ મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનલ રવિવારે લખનઉના BBD સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મહિલા ડબલ્સમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મળ્યો છે. ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ ચીનની બાઓ લી જિંગ અને લી કિયાનની જોડીને 21-18, 21-21-11થી હરાવીને જીત નોંધાવી છે.
મહિલા સિંગલ્સમાં ભારતની ટોચની ક્રમાંકિત પીવી સિંધુએ ચીનની વુ લુઓ યુને 21-16ના માર્જિનથી હરાવીને મેચ જીતી લીધી હતી. 2022 પછી સિંધુએ સૈયદ મોદી ચેમ્પિયનશિપ જીતી છે. તે 2017માં પણ જીતી ચૂકી છે. 2019માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ તે હારી ગઈ હતી.