Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

માર્કેટ્સ રેગ્યુલેટર સેબી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની નવી કેટેગરીને મંજૂરી આપવાનું વિચારી રહી છે. જેમાં,એસેટ મેનેજરને લગતા ચાર્જને તેની કામગીરી સાથે જોડવામાં આવશે. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે સેબીની દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ ફંડ સંબંધિત બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો એસેટ મેનેજમેન્ટ કંપની વધુ ફી વસૂલી શકે છે. સેબીની દરખાસ્તનો અર્થ એ છે કે રોકાણકારોએ આવનારા સમયમાં ઉંચુ રિટર્ન આપતી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે વધુ ફી ચૂકવવી પડી શકે છે. પરંતુ તેની બીજી બાજુ પણ છે કે ફંડ માટે મૂળભૂત ફી ઘટશે. વધારાની ફી ત્યારે જ વસૂલવામાં આવશે જો ફંડની કામગીરી સામાન્ય ટ્રેન્ડ કરતાં વધુ સારી હોય.


ફંડ હાઉસ અત્યારે 2.25% સુધી ફી વસૂલે છે
અત્યારે એસેટ મેનેજમેન્ટ કંપનીઓને રોકાણની રકમના 0 થી 2.25% સુધીની ફી વસૂલવાની છૂટ છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વધુ રોકાણકારોને આકર્ષવા માટે ફંડ હાઉસને માર્કેટિંગ માટે વધારાની ફી વસૂલવાની પણ છૂટ છે. સેબી મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમોમાં સતત સુધારો કરી રહી છે. તેનું કારણ એ છે કે 39.46 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું સંચાલન કરતા આ ઇન્ડસ્ટ્રીઝમાં છેતરપિંડી અને ગેરરીતિ સંબંધિત ફરિયાદો વધી રહી છે.