રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ રાજકોટની ધોળકિયા સ્કૂલ ખાતે યોજાયો હતો. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું.
આ તકે મંત્રીએ કહ્યું હતું કે, બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જોઈએ. બાળકોને અભ્યાસ અંગે વધુ પડતું દબાણ આપવાના બદલે તેની આવડત ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા જોઇએ. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે, પરીક્ષા અંગે કોઇ પણ વિદ્યાર્થીના માનમાં ભાર ન રહેવો જોઈએ.