Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં રમાયેલી સિરીઝની બીજી મેચમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 91 રનના ટાર્ગેટને 7.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીતનો હીરો કેપ્ટન રોહિત શર્મા રહ્યો હતો. તેણે 20 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની આ તોફાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એડમ ઝામ્પાએ 3 વિકેટ ઝડપી હતી. તો પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. રોહિત શર્માને તેની આ ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.


અગાઉ ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટે 90 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેથ્યુ વેડે માત્ર 20 બોલમાં 43 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની સ્ટ્રાઈક રેટ 215ની રહી હતી. કેપ્ટન ફિંચે 15 બોલમાં 31 રન માર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી.