રાજકોટ યાર્ડમાં ગુરુવારે 14 હજાર ભારી લાલ મરચાંની આવક થઈ હતી. શુક્રવારે હરાજી બોલાઈ હતી. હરાજીમાં રૂ. 1800થી 3600 સુધીનો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈને આવ્યા હતા. તેમજ ખરીદદારો પણ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. તેમજ મગફળી, કપાસ, શીંગફાડા, સિંગદાણાની આવક આજે શનિવારે સવારે 8 કલાક સુધી જ આવવા દેવામાં આવશે. ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બીજી આવક બંધ રાખવામાં આવશે.
ભરવાડ સમાજના સમૂહલગ્નમાં મજૂર ભાઈઓ જવાના હોવાથી હરાજી તેમજ આવક પ્રભાવિત થશે. સોમવાર તથા મંગળવારે મગફળી, કપાસ, શીંગફાડા અને સિંગદાણાની હરાજીનું કામ બંધ રહેશે. ભરવાડ સમાજના સમૂહલગ્ન હોવાથી 31 જાન્યુઆરીના રોજ મંગળવારે સવારે 8 કલાકે મગફળી, કપાસ, શીંગફાડા, સિંગદાણા આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.