Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડોદરા શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જામ્બુવાબ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. એના કારણે વાહનચાલકો છેલ્લા કલાકોથી ટ્રાફિકજામમાં ફસાઇ ગયા છે. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સો પણ ફસાઇ ગઈ હતી. જામ્બુવાથી લઇને પુનિયાદ સુધી વાહનોની લાંબી-લાંબી કતારો લાગી ગઈ છે. આ ટ્રાફિકજામનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયાં છે. ટ્રાફિકજામની આ રોજિંદી સમસ્યાથી લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે. વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદને કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાઇવે પર આવતી એમ્બ્યુલન્સો પણ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાઈ જામ્બુવાબ્રિજ અને પોરબ્રિજ પર ટ્રાફિકજામ થતાં લોકો કલાકોથી સુધી ફસાઇ ગયા છે. દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. હાઇવે પર આવતી એમ્બ્યુલન્સો પણ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલી જોવા મળી હતી, જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.