દ્વાપર યુગના અંતમાં રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો હતો કે સાત દિવસ પછી તક્ષક નાગ તેમને કરડશે. આ શ્રાપ પછી પરીક્ષિતનું મન સતત વ્યથિત રહેતું હતું અને તે જીવન સંબંધિત રહસ્યો જાણવા શુકદેવજી પાસે પહોંચ્યાં હતાં.
આ નાદ શુકદેવજીએ રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી. આ દરમિયાન શુકદેવજીએ કહ્યું કે એક દિવસ પૃથ્વીએ ભગવાનને કહ્યું હતું કે, આ રાજાઓ અને સમ્રાટો પોતે જ મોતના રમકડા છે અને તે બધા મને જીતવા માટે એકબીજા પર હુમલો કરતા રહે છે, પરંતુ આજ સુધી કોઈએ મને એટલે કે પૃથ્વીને પોતાની સાથે લઇ જઈ શક્યા નથી. તેમ છતાં આ લોકો એકબીજા સાથે ઝઘડે છે.
શુકદેવજીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે જે પણ લડાઈઓ થઈ રહ્યા છે તે માત્ર ને માત્ર ધન માટે જ થઇ રહી છે. લોકો ઈચ્છે છે કે તેમની પાસે બીજા કરતાં વધુ પૈસા હોય, સુખ-સુવિધાઓ હોય, બસ આ ઈચ્છાઓને કારણે જ આ બધી સમસ્યાઓ થાય છે. નહુષ, ભરત, શાંતનુ, રાવણ, હિરણ્યક્ષ, તારકાસુર, કંસ જેવા મોટા શક્તિશાળી રાજાઓ પણ પોતાની સાથે કંઈ લઈને ને નથી ગયા. તેથી વ્યક્તિએ આ બધું જ વસ્તુઓ અને પૈસાનો મોહ છોડી દેવો જોઈએ.
આટલી વાતો સાંભળ્યા બાદ પરીક્ષિતે પૂછ્યું કે જીવનમાં આટલી બધી અશાંતિ છે તો શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ?
આ સવલનો શુકદેવજીએ જવાબ આપ્યો કે મન અશાંત છે અને વિચારો નકારાત્મક છે તો આપણે ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ, મંત્રોનો જાપ કરવો જોઈએ. જ્યારે આપણે લાંબા સમય સુધી ધ્યાન સાથે જાપ કરીએ છીએ ત્યારે વિચારોની નકારાત્મકતા દૂર થાય છે અને મન શાંત થઇ જાય છે.
પરીક્ષિતે શુકદેવજી પાસેથી સાત દિવસ સુધી ભાગવત કથા સાંભળી હતી. કથા સાંભળ્યા પછી પરીક્ષિતનું મન શાંત થઈ ગયું અને જન્મ-મરણનો જે ભય હતો તે દૂર થઇ ગયો. સાંસારિક વસ્તુઓ પ્રત્યેનો લગાવ પણ સમાપ્ત થઈ ગયો. સાતમા દિવસે તક્ષક નાગે પરીક્ષિતને ડંખ માર્યો.
શિખામણ
આ સંદર્ભનો બોધપાઠ એ છે કે જે લોકો દરરોજ યોગ, ધ્યાન, મંત્રનો જાપ કરે છે, તેમનું મન શાંત રહે છે. આ સારી આદતોના કારણે નેગેટિવિટી દૂર થઈ જાય છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.