Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગત 4 ઓક્ટોબરના રોજ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે કમલમમાં પદભાર સંભાળ્યો. આ સમયે પ્રદેશ પ્રમુખ પદેથી વિદાયમાન થઈ રહેલા સી.આર. પાટીલે કેટલાક સંકેતો આપ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સહકારિતા ચૂંટણી લડતા કેટલાક નેતાઓને મેન્ડેટ પ્રથા ન ગમી તો પછી આપણે ધારાસભ્યોમાં પણ મેન્ડેટ ન આપવા જોઇએ. મારા કેટલાક નિર્ણયોને કારણે કેટલાકને નુકસાન કે ફાયદો થયો હશે. મારો ઇરાદો કોઈને નુકસાન કરવાનો નહોતો, કોઈને નુકસાન થયું હશે તો પાર્ટીના હિત માટે થયું હશે.કોઈને નુકસાન થયું હોય તો હું માફી માંગુ છું.


પાટીલના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી કે, તેમણે રાદડિયાને ટોણો માર્યો છે. ઘણી લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજે ભુપેન્દ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. પરંતુ તેમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે જેમના નામ મંત્રી પદ માટે નિશ્ચિત ગણાતા હતા તેવા ધારાસભ્યોને મંત્રી બનાવ્યા નથી. જેમાં જયેશ રાદડિયાને મંત્રી પદ કેમ ન મળ્યું એ છે.