અમદાવાદમાં RTOના આંકડાઓ મુજબ વર્ષ 2020થી 2024 સુધીમાં 768 લક્ઝુરિયસ ગાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે. તેમાં વર્ષ 2025નો સમાવેશ કરતા તે આંકડો 840એ પહોંચ્યો છે. આમ અમદાવાદમાં વાર્ષિક એવરેજ આશરે 200 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ વેચાય છે. આ ગાડીઓની કિંમત 80 લાખથી વધુની છે. તાજેતરના આંકડા જોઈએ તો RTOમાં 2 ફેરારી, 86 પોર્શે, 2 રોલ્સ રોયસ, 5 લેમ્બોર્ગીની, 46 જેગુઆર જેટલી ગાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે.
વર્ષ 2020માં અમદાવાદ શાહીબાગ RTO ખાતે 80 લાખથી વધુના સેગમેન્ટમાં 128 ગાડીઓ, વર્ષ 2021માં 133, વર્ષ 2022માં 108, વર્ષ 2023માં 173 અને વર્ષ 2024માં 226 લક્ઝુરિયસ ગાડીઓનું રજીસ્ટ્રેશન થયું. જે અમદાવાદ શહેરમાં લક્ઝુરિયસ ગાડીઓના વેચાણમાં ઉતરોતર વધારો દર્શાવે છે. આ ગાડીઓ વકીલો, ડોક્ટર્સ, બિઝનેસમેન જેવા વ્યક્તિઓ ખરીદતા હોય છે.
અમદાવાદમાં એસ.જી.હાઈવે ઉપર આવેલા પોર્શે કંપનીના વેચાણકર્તાઓ દ્વારા કોરોના કાળમાં વર્ષ 2020માં 47 ગાડીઓ વેચવામાં આવી હતી. જેમાં ઉતરોતર વધારો થતા વર્ષ 2024માં 90 જેટલી ગાડીઓ વેચવામાં આવી છે. આ સ્પોર્ટ્સ સેગમેન્ટની ગાડીઓ છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. હવે લોકોમાં મોંઘી ગાડીઓમાં પણ SUVની માગ વધુ છે. જે ઈમ્પોર્ટેડ ગાડીઓ છે.