વૉટ્સએપની 2021ની પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ દાખલ અરજી અંગે સુપ્રીમકોર્ટમાં બુધવારે સુનાવણી થઇ. કોર્ટે વૉટ્સએપને નિર્દેશ કર્યો કે તમે કેન્દ્રને આપેલી એફિડેવિટ જાહેર કરો. તેમાં કહેવાયું છે કે જે યુઝર પ્રાઇવસી નીતિ સાથે સંમત ના હોય તેમના ઉપયોગની મર્યાદા નક્કી નહીં કરી શકાય.
આ ઉપરાંત ભારત સરકાર ડેટા પ્રોટેક્શનને લગતો કાયદો લાગુ ના કરે ત્યાં સુધી વોટ્સએપ યુઝર્સની સુવિધા ઘટાડી નહીં શકે. વોટ્સએપ એ પણ જાહેર કરે કે ભારતીય યુઝર્સે 2021ની પ્રાઇવસી નીતિ સ્વીકારવી જરૂરી નથી.
સુપ્રીમકોર્ટના જસ્ટિસ કે.એમ. જોસેફની વડપણ હેઠળની બંધારણીય બેન્ચે વોટ્સએપને ઓછામાં ઓછા પાંચ અખબારમાં તેની માહિતી બે વાર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ મામલે 11 એપ્રિલે સુનાવણી થશે.