શ્રીગંગાનગરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, જેમ ભારતે ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન સંયમ રાખ્યો હતો, એમ આ વખતે ભારત એ સંયમ રાખશે નહીં. આ વખતે અમે વધુ કાર્યવાહી કરીશું અને અમે એવી કાર્યવાહી કરીશું કે પાકિસ્તાનને પુનર્વિચાર કરવો પડશે કે તે આ ભૂગોળમાં રહેવા માગે છે કે નહીં.
જો પાકિસ્તાન વિશ્વમાં પોતાનું સ્થાન સ્થાપિત કરવા માગે છે તો તેણે આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવું પડશે. આર્મી ચીફે સૈનિકોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા કહ્યું અને જો ભગવાન ઈચ્છશે તો તેમને ટૂંક સમયમાં આ તક મળશે. આર્મી ચીફ શુક્રવારે સવારે રાજસ્થાનના ઘડસાણા ગામ 22 એમડી સ્થિત આર્મી કેન્ટોનમેન્ટ પહોંચ્યા.
ઓપરેશન સિંદૂરની સફળતા પર સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારતીય સેના તેમજ લોકોને શ્રેય આપ્યું. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ આ દેશમાં કોઈપણ મહિલા સિંદૂર લગાવે છે ત્યારે તે ભારતીય સેનાના સૈનિકોને યાદ કરે છે, જેમણે ઓપરેશન સિંદૂરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ વખતે આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું, સમગ્ર ઓપરેશનનું નામ એક જ રાખવામાં આવ્યું હતું, જ્યારે આ પહેલાં હાથ ધરવામાં આવેલાં તમામ ઓપરેશનનાં નામ અલગ અલગ હતાં.