ફ્રાન્સની સ્કૂલોમાં 1968થી યુનિફોર્મ પહેરવો જરૂરી નથી. હાલમાં જ ફ્રાન્સના શહેર બેજિયર્સની ચાર સ્કૂલોએ બાળકો માટે સ્કૂલ યુનિફોર્મ પહેરવાનું ફરીથી જરૂરી કર્યું છે. સરકાર દ્વારા ચલાવાતી આ યોજનાનો હેતુ બાળકોમાં અનુશાસન અને સમાનતાને પ્રોત્સાહન આપવાનું છે.
શહેર અને સ્થાનિક શિક્ષણ અધિકારી દરેક યુનિફોર્મ પર આવી રહેલો આશરે 18 હજાર રૂપિયાનો ખર્ચ પણ શેર કરી રહ્યા છે. બેજિયર્સના મેયર રોબર્ટ મેનાર્ડે કહ્યું છે કે યુનિફોર્મ બુલિંગ રોકવામાં પણ મદદ કરશે. જ્યારે તમે ધનવાન કે ગરીબ હોવ તો તમારાં કપડાં એક જેવાં ન હોઈ શકે. યુનિફોર્મથી આ અંતર ઓછું થશે.
ત્યારે, બીજી તરફ કેટલાક ટીચર્સ અને પેરેન્ટ્સ સરકારની આ યોજનાનો વિરોધ કરી રહ્યાં છે. ફ્રાન્સના એસઈઉન્સા ટીચર્સ યુનિયનનું કહેવું છે કે આ યોજના કોઈ મૂળભૂત સમસ્યાનું સમાધાન ન હોઈ શકે. તે કોઈ પણ પ્રકારે છાત્રોની દુવિધાઓ અને અસફળતાઓના નિરાકરણમાં મદદ નહીં કરે.
પેરેન્ટ્સનું માનવું છે કે યુનિફોર્મને બદલે સાર્વજનિક શિક્ષણના કોઈ અન્ય ક્ષેત્ર પર ખર્ચ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે. આ ક્યારેય અસમાનતાઓ અને ભેદભાવોને સંપૂર્ણપણે નાબૂદ નહીં કરે. સમાજશાસ્ત્રી અને એન્ટિલ્સ યુનિવર્સિટીમાં લેક્ચરર મિશેલલ ટોન્ડેલિયર જેમણે યુનિફોર્મ પર પુસ્તક લખ્યું છે.