મેષ
પોઝિટિવ : આજના દિવસે આત્મવિશ્વાસથી કામ પૂરું કરશો. વિદ્યાર્થીઓને આજે જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રમાં રસ વધશે. આ સાથે જ લક્ષ્ય મેળવવા માટે કોઈ નજીકના સંબંધીઓનો સહયોગ મળશે.
નેગેટિવ : આર્થિક સ્થિતિમાં સુધારો કરવો જરૂરી છે, આ સમયે ધૈર્ય અને સંયમ રાખવો જરૂરી છે. વ્યસ્ત હોવાને કારણે તમારા પર વધુ ધ્યાન નહીં આપી શકો.
વ્યવસાય : નોકરી કરતા લોકોના મનગમતો પ્રોજેક્ટ મળવાને કારણે મન ખુશ રહેશે.
લવ : પારિવારિક સભ્યોની વચ્ચે ઝઘડો થઇ શકે છે
હેલ્થ : ગળામાં ઇન્ફેક્શનને કારણે શરદી-ઉધરસની સમસ્યા થઇ શકે છે.
લકી કલર : ગુલાબી
લકી નંબર : 8
***
વૃષભ
પોઝિટિવ : આજના દિવસે આગળ વધવાની ઘણી તક મળી શકે છે પરંતુ આત્મ-સન્માનને ઠેસ ન પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. આવનારા સમયમાં તમારી સમસ્યાનું નિરાકરણ થઇ શકે છે. કોઈ ધાર્મિક કામનું આયોજન થઇ શકે છે.
નેગેટિવ : વ્યક્તિગત કામમાં વ્યસ્ત રહેવાને કારણે પરિવાર પર ધ્યાન નહી આપી શકો. જેના કારણે પરિવારજનો નારાજ થઇ શકે છે,
વ્યવસાય : ધંધામાં આજના દિવસે ધ્યાન રાખવાની જરૂર છે. નોકરીમાં મહિલાને વિશેષ સફળતા મળી શકે છે.
લવ : લગ્નજીવનમાં સુખ શાંતિ રહેશે, મિત્રો સાથે હરવા-ફરવામાં સમય પસાર ન કરો.
હેલ્થ : પેશાબને લગતી સમસ્યા થઇ શકે છે, આજના દિવસે તમારી દેખભાળ કરવાની વધારે જરૂર છે.
લકી કલર : લાલ
લકી નંબર : 3
***
મિથુન
પોઝિટિવ : મિલકત ખરીદતા સમયે લાભ થઇ શકે છે, આર્થિક સ્થિતિ સારી રહેશે. અધ્યાત્મ તથા જ્યોતિષ જેવા વિષયોને જાણવામાં રસ વધશે.
નેગેટિવ : સમય અનુસાર વ્યવહારમાં ફેરફાર કરવો જરૂરી છે. તમારા વ્યવહારની ક્યારેક-ક્યારેક તમારા સંતાન પર અસર પડી શકે છે.
વ્યવસાય : આજના દિવસે માર્કેટિંગ તથા બહારની ગતિવિધિમાં ધ્યાન આપવું પડશે. સરકારી અધિકારી કોઈ પણ સમસ્યામાં ફસાઈ શકે છે. તેથી સાવધાન રહેવું જરૂરી છે.
લવ : પ્રેમ-પ્રકરણમાં સમસ્યા થઇ શકે છે.
હેલ્થ : કોઈ જૂની બીમારીથી રાહત મળશે.
લકી કલર : પીળો
લકી નંબર : 5
***
કર્ક
પોઝિટિવ : આજના દિવસે તમને મનગમતા કામમાં થોડો સમય પસાર કરો, જેનાથી તમને શાંતિની અનુભૂતિ મળશે. પ્રભાવશાળી સાથે લોકો મુલાકાત કરવાથી તમારી સામાજિક સક્રિયતામાં વધારો થશે.
નેગેટિવ : યુવાવર્ગે આજના દિવસે કરિયર સંબધિત યોજનાઓને ટાળવી પડી શકે છે. પરંતુ નિરાશા અને તણાવને તમારા પર હાવી ન થવા દો.
વ્યવસાય : ગ્રહની સ્થિતિ બહુ જ અનુકુળ બની રહી છે, કોઈ નવા કામની શરૂઆત થઇ શકે છે.
લવ : લગ્નજીવનમાં ખુશીનો માહોલ રહેશે.
હેલ્થ : હાલ વાતાવરણને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
લકી કલર : ક્રીમ
લકી નંબર : 5
***
સિંહ
પોઝિટિવ : કોઈ પણ કામ શરુ કરતાં પહેલાં યોજના બનાવો. બીજાની ભૂલોને માફ કરીને સંબંધ સારા રહે તેનું ધ્યાન રાખો. તમારા પરિવારમાં તથા સમાજમાં તમારું વર્ચસ્વ રહેશે.
નેગેટિવ : મિત્રો તથા સંબંધીઓ સાથે સમય પસાર કરવાથી તમારું કામ અટકી જશે. ક્યારેક-ક્યારેક કારણ વગર તમને ગુસ્સો આવવાને કારણે નુકસાન થશે.
વ્યવસાય : જૂની મિલકત વેચાણ અને ખરીદીમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે. નોકરી કરતા વ્યક્તિ માટે ઓફિસનો માહોલ ખુશનુમા રહેશે.
લવ : ઘરની વ્યવસ્થા સુખદ રહેશે. લગ્નેતર સંબંધની અસર સામાજિક છબી પર પડી શકે છે.
હેલ્થ : ગેસ અને કબજિયાતની સમસ્યાથી પરેશાન થશો.
લકી કલર : કેસરી
લકી નંબર : 7
***
કન્યા
પોઝિટિવ : કોઈને ઉધાર આપેલા અથવા ફસાયેલા પૈસા પાછા મેળવવા માટે બેસ્ટ સમય છે. ઘરમાં રીનોવેશનનું કામ થઇ શકે છે.
નેગેટિવ : જલદી-જલ્દી કામ કરવા માટે લાપરવાહી ન કરો, નહી તો કામ અધૂરું રહેશે. વિદ્યાર્થીઓએ આજે ભણવામાં ધ્યાન રાખવું જરૂરી છે.
વ્યવસાય : આજના દિવસે જલ્દબાજીમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. વર્કિંગ મહિલાઓએ આજે કામને તણાવ રહેશે.
લવ : પરિવારમાં કોઈ વાતને કારણે ઝઘડો થઇ શકે છે.
હેલ્થ : શરદી-ઉધરસની સમસ્યાને વધવા ન દો.
લકી કલર : ગુલાબી
લકી નંબર : 9
***
તુલા
પોઝિટિવ : આજના દિવસે કોઈ સરકારી કામ જે અટવાયેલા છે તે પુરા થઇ શકે છે. આ સાથે જ કામમાં પ્રભાવશાળી વ્યક્તિનો સહકાર મળી શકે છે.
નેગેટિવ : બિનજરૂરી ખર્ચ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. પાડોશીઓ સાથે સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો.
વ્યવસાય : આજના દિવસે કોઈ શુભચિંતકની સહાયથી કામ પૂરું થઇ શકે છે. ઓફિસમાં આજે કોઈ પણ પ્રકારની રાજનીતિ થઇ શકે છે.
લવ : લગ્નજીવનમાં આજે તિરાડ પડી શકે છે, ઘરની વાત બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.
હેલ્થ : સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે. જરાપણ લાપરવાહીને કારણે સમસ્યા થઇ શકે છે.
લકી કલર : જાંબુડીયો
લકી નંબર : 1
***
વૃશ્ચિક
પોઝિટિવ : પારિવારિક જવાબદારી આજના દિવસે વધી શકે છે. શારીરિક અને માનસિક રીતે શાંતિ મેળવવા માટે કોઈ શાંતિના સ્થળે સમય પસાર કરો. આજના દિવસે કોઈ કામને પૂરું કરવાનો પ્રયાસ કરો.
નેગેટિવ : કોઈ પણ પરિસ્થિતિમાં સંયમ અને ધૈર્ય રાખો. બેંકિગના કામમાં કોઈ સમસ્યા થઇ શકે છે. કોઈ પાસેથી ઉધાર પૈસા ન લો.
વ્યવસાય : ધંધાકીય સ્થિતિ સારી રહેશે. બધા જ કામ સમય ઉપર પુરા થાય તેનું ખાસ ધ્યાન રાખો. ઓફિસમાં બીજી કોઈ વાતમાં ધ્યાન આપવાને બદલે કામમાં જ ધ્યાન આપો.
લવ : આજના દિવસે જીવનસાથી અને પરિવારજનોનો સાથ મળી શકે છે. પારિવારિક જવાબદારીમાંથી મહદ અંશે રાહત મળશે.
હેલ્થ : એસિડિટીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરો.
લકી કલર : લીલો
લકી નંબર : 3
***
ધન
પોઝિટિવ : સંબંધીઓને અવરજવરને કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ ધાર્મિક કામનું આયોજન થઇ શકે છે. આ સમયે મિલકત સંબંધિત કોઈ ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં અમલ કરી શકો છો.
નેગેટિવ : આળસ અને વધુ વિચારવાને કારણે કોઈ તક હાથમાંથી જઈ શકે છે. અજાણ્યા લોકો સ પર વધુ ભરોસો ન કરો, નહી તો છેતરપીંડી થઇ શકે છે. તમારી યોજના વિશે કોઈને માહિતી ન આપો.
વ્યવસાય : આવકના સ્ત્રોતમાં વધારો થઇ શકે છે, બધા જ કામ વ્યવસ્થિત રીતે પુરા થાય તેવી કોશિશ કરો. ઓફિસમાં કામનો સમય પૂરો કરવાની કોશિશ કરો.
લવ : જીવનસાથી અને પારિવારિક લોકોની સલાહ લેવાથી ફાયદો થઇ શકે છે.
હેલ્થ : નાની સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાને ગંભીરતાથી લો, તમારી લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખો.
લકી કલર : પીળો
લકી નંબર : 6
***
મકર
પોઝિટિવ : આજના દિવસે ગ્રહ સ્થિતિમાં પોઝિટિવ ફેરફાર થઇ શકે છે. છેલ્લાં ઘણાં સમયથી જે લોકો તમારી વિરુદ્ધમાં હતા તે લોકો તમારા પક્ષમાં આવી જશે. કામમાં ધ્યાન આપો.
નેગેટિવ : બીજાની સમસ્યાનું નિરાકરણ કરવામાં તમારા કામમાં કોઈ સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. લોકો તમારા સરળ સ્વભાવનો ફાયદો લઇ શકે છે.
વ્યવસાય : કામના સ્થળે કર્મચારીઓ અથવા સ્ટાફ વચ્ચે વાદ-વિવાદ થઇ શકે છે, નોકરી કરતા લોકોને ટ્રાન્સફરના યોગ થઇ શકે છે.
લવ : તમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં જીવનસાથી અને પારિવારિક સભ્યોનો સાથ મળશે.
હેલ્થ : વાતાવરણમાં ફેરફાર થવાને કારણે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે,
લકી કલર : રીંગણી
લકી નંબર : 9
***
કુંભ
પોઝિટિવ : આજના દિવસે કોઈ ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળી શકે છે. કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાવવાથી તમારા માન-સન્માનમાં વધારો થશે. તમારામાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.
નેગેટિવ : તમારા પર્સનલ કામમાં કોઈ બહારના વ્યક્તિને સામેલ ન કરો, વિદ્યાર્થીઓએ ભણવા સિવાય બીજા કોઈ કામમાં દખલ ન કરો.
વ્યવસાય : ઓફીસના કાગળ સંભાળીને રાખો. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધ ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.
લવ : પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
હેલ્થ : શિયાળાની ઋતુ હોવાને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
લકી કલર : બદામી
લકી નંબર : 2
***
મીન
પોઝિટિવ : મિલકત સંબધિત જે કોઈ કામ છે તેનું રાજકીય વ્યક્તિને કારણે નિરાકરણ આવી શકે છે. તમારી ફિટનેસને કારણે ગંભીર રહેવું પડશે.
નેગેટિવ : કોઈ પણ પેપરવર્ક કરતા સમયે ઉતાવળ ન કરો, તમારા કામમાં રુકાવટ આવવાનું કારણ આળસ અને લાપરવાહી હોઈ શકે છે.
વ્યવસાય : કોઈ કામને ટાળવા કરતા સમયાનુસાર જ શરુ થાય તેવો પ્રયત્ન કરો. સરકારી કામ સાવધાનીથી પૂરું થાય તેનું ધ્યાન રાખો
લવ : મિત્રો સાથે મુલાકાત થશે.
હેલ્થ : ખાવા-પીવામાં ધ્યાન ન રાખવાને કારણે પેટ ખરાબ થઇ શકે છે.
લકી કલર : કેસરી
લકી નંબર : 1