Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વપરાશમાં વધારા સાથે FMCG ઇન્ડસ્ટ્રીના વોલ્યૂમમાં 6.4%ની વૃદ્ધિ નોંધાઇ હતી. રિપોર્ટમાં વર્ષ 2023માં પ્રથમવાર ગ્રામીણ અને શહેરી માર્કેટ વચ્ચે વપરાશના અંતરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.


ઉચ્ચ વોલ્યૂમ તેમજ ગ્રામીણ માર્કેટમાં રિકવરીને કારણે FMCG ઇન્ડસ્ટ્રી વેલ્યૂની દૃષ્ટિએ 6%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવવામાં સફળ રહી હતી. વર્ષ 2024 દરમિયાન સેક્ટરની મજબૂતાઇ તેમજ ભારતીય અર્થતંત્રના જોરે દેશની એફએમસીજી ઇન્ડસ્ટ્રી 4.5% થી 6.5%ની વચ્ચે વૃદ્ધિ નોંધાવશે.

જો કે, ક્રમિક રીતે સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનાએ FMCG સેક્ટરમાં ઘટાડાને કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વોલ્યૂમ ગ્રોથમાં ઘટાડો થયો હતો. એફએમસીજી અનુસાર ગ્રામીણ વિસ્તારમાં, વોલ્યૂમ ગ્રોથમાં ક્રમિક રીતે મંદી છે.

વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરની તુલનાએ ચોથા ક્વાર્ટર દરમિયાન વપરાશમાં આંશિક ઘટાડો થયો હતો. જો કે, શહેરી માર્કેટમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન, FMCG ઇન્ડસ્ટ્રીમાં વાર્ષિક સ્તરે વપરાશમાં 6.8%ની વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે ગ્રામીણ માર્કેટમાં વપરાશનો દર 5.8% રહ્યો હતો.