Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દીન દયાળ પોર્ટ ઓથોરીટી કંડલા દ્વારા નિર્મિત રો-પેક્સ ફેરી ટર્મિનલનું હજીરા ખાતે આજે વડાપ્રધાન દ્વારા ઉદ્દઘાટન કરાયું હતું. આ ફેરી સર્વિસ સૌરાષ્ટ્રના ખેડૂતોને સુરતના વેપારી મંડળ સાથે જોડશે તેમ જણાવી આવી મલ્ટી મોડલ કનેક્ટીવીટી અને લોજીસ્ટ્રીકની જરૂરીયાત અને મહત્વ ઉપર તેમણે આ પ્રસંગે ભાર મુક્યો હતો.


દીન દયાળ પોર્ટ ઓથોરીટી કંડલા દ્વારા જૂન 2021 માં શરૂ કરાયેલા આ ટર્મિનલના નિર્માણને રૂ. 70 કરોડના ખર્ચે રેકર્ડ સમયમાં પૂર્ણ કરાયું હતું. આ ટર્મિનલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રો-પેક્સ ફેરી ટર્મિનલ આગામી સમયમાં ખુબ ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું. આ રો પેક્સ ફેરીએ અત્યાર સુધી 2,70,614 ઉતારૂઓ, 42,319 કાર, 15,492 ટુ-વ્હીલર, અને 24,605 ભારે ટ્રકોનું વહન કર્યું છે.

આ ફેરી સેવાએ સમયની સાથોસાથ કિંમતી ઇંઘણની પણ બચતમાં ચાવીરૂપ ભુમિકા ભજવી છે. દીનદાયળ પોર્ટ ઓથોરીટી, કંડલા નજીકના ભવિષ્યમાં ગુજરાતના અન્ય સ્થળોએ જળમાર્ગ દ્વારા રો-પેકસ ફેરી સેવા પુરી પાડવાની યોજના ધરાતુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ સમારોહમાં પોર્ટના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Recommended