Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના એક સાંસદનું કહેવું છે કે દેશમાં રહેતા હિંદુ-કેનેડિયનોમાં ડર છે.

ભારતવંશી સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું- ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ખુલ્લેઆમ હિન્દુ-કેનેડિયનોને ભારત પાછા ફરવાની ધમકી આપે છે. આર્યએ ખાલિસ્તાની આતંકવાદીઓ પર લગામ ન લગાવવા માટે પોતાની સરકારને જવાબદાર ગણાવી હતી.

સીબીસી ન્યૂઝ સાથે વાત કરતાં આર્યએ કહ્યું- હું વડાપ્રધાન ટ્રુડોના નિવેદન પછી જે થયું તેના પરિણામોથી વધુ ચિંતિત છું. મારી ચિંતા હિંદુ-કેનેડિયનોની સુરક્ષા સાથે જોડાયેલી છે. આ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

ખાલિસ્તાન ચળવળનો ઈતિહાસ હિંસા અને હત્યાઓથી ભરેલો છે. ખાલિસ્તાની આતંકવાદીઓએ હજારો હિન્દુ અને શીખ લોકોની હત્યા કરી હતી. 38 વર્ષ પહેલાં ખાલિસ્તાની આતંકવાદીઓએ એર ઈન્ડિયાની ફ્લાઈટ-182માં સવાર 329 નિર્દોષ લોકોની હત્યા કરી નાખી હતી, પરંતુ આજે પણ કેનેડામાં રહેતા કેટલાક લોકો આ આતંકવાદીઓની પૂજા કરે છે.

થોડા મહિના પહેલાં ટોરોન્ટોમાં એક રેલી કાઢવામાં આવી હતી. તેમાં ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સફેદ સાડીમાં ઈન્દિરા ગાંધીના કટઆઉટ પર લોહી હતું, બે હત્યારા તેમની તરફ બંદૂક તાકીને ઊભા હતા. જે રેલીમાં આ ઝાંખી બતાવવામાં આવી હતી તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનું સેલિબ્રેશન મનાવવા માટે આયોજિત કરવામાં આવી હતી.