નાણાકીય ક્ષેત્ર માટે સર્વસમાવેશકતા, એમએસએમઇને ધિરાણનો ટેકો અને અનેક સૂચિત સુધારા મારફતે ગિફ્ટ-આઇએફએસસીમાં સરળ, સક્ષમ વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમામ નિયમનકારો માટે સિંગલ-વિન્ડો આઇટી સિસ્ટમ વ્યવસાયિક પ્રવૃત્તિ વધશે. સાયબર જોખમો સામે ડેટા એમ્બેસીઓની સ્થાપના મદદરૂપ થશે. આ સંદર્ભમાં બેંકનો વહીવટી સુધારવા અને રોકાણની સુરક્ષા માટે સૂચિત દરખાસ્તો આવકારદાયક છે.
આઇપીઇએફ માટે સંકલિત આઇટી પોર્ટલ ધરાવવાથી શેર અને ચુકવણી ન થયેલા ડિવિડન્ડ પર દાવાઓમાં મદદ મળશે તેવો નિર્દેશ એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે વ્યક્ત કર્યો હતો.વધુમાં જણાવ્યું કે આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે દરેક વ્યક્તિ માટે આવકવેરા માટે સારો ઘટાડો કરવામાં આવ્યો છે.
આત્મનિર્ભરથી ભારત ઝડપથી આગળ આવશે
મધ્યમ વર્ગ કરવેરાના સ્લેબમાં સુધારાને, વરિષ્ઠ નાગરિકો માટે બચતની ઊંચી મર્યાદા અને નવી કરવેરા યોજના માટે પ્રોત્સાહનોને આવકારશે. બજેટ ભારતીય ઉપભોગ ગાથા અને વૃદ્ધિને ટેકો આપશે, આપણને સારી સ્થિતિમાં જાળવશે, ખાસ કરીને ચીન અને વિકસિત બજારોમાં વૈશ્વિક અવરોધોને ધ્યાનમાં રાખીએ અને જ્યાં સુધી વિશ્વના અર્થતંત્રોમાં સુધારો ન થાય ત્યાં સુધી. આ ઉપરાંત બજેટમાં આત્મનિર્ભર ભારતને વેગ આપવામાં આવતા વૈશ્વિક સ્તરે ભારત આગળ આવશે. બજેટ રજૂ થયું એ અગાઉ રોકાણકારોને કેપિટલ ગેઇનમાં વધારાની ચિંતા હતી. તેમાં કોઈ ફેરફાર થયો નથી, જેથી સકારાત્મક પ્રતિક્રિયા પણ મળી છે.