શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પર હુમલાના પ્રયાસ બાદ દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ છે. તિહારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંગળવારે FSLની લેબ બહાર BSFના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્રીજા પોલીગ્રાફ ટેસ્ટ માટે પોલીસ પણ આફતાબને લઈને FSL પહોંચી ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેલ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં આફતાબને ફોરેન્સિક લેબમાં લઈ જવા માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
આ તરફ., શ્રદ્ધાના પરિવારે હૌજ ખાસ ખાતે ડીસીપી સાથે મુલાકાત કરી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાના પિતાએ તેમનું નિવેદન નોંધાવ્યું છે.