T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8ની બીજી મેચમાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ડેરેની સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, સેન્ટ લુસિયામાં રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે.
વેસ્ટ ઈન્ડિઝે 12મી ઓવરમાં પહેલી વિકેટ ગુમાવી હતી. મોઈન અલીએ જ્હોન્સન ચાર્લ્સ (38 રન)ને હેરી બ્રુકના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. લિયામ લિવિંગસ્ટને કેપ્ટન રોવમેન પોવેલને 36 રનના વ્યક્તિગત સ્કોર પર માર્ક વુડના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. નિકોલસ પૂરન જોફ્રા આર્ચરની બોલિંગમાં વિકેટકીપર જોસ બટલરના હાથે કેચઆઉટ થયો હતો. તેણે 36 રન બનાવ્યા હતા. તો આદિલ રાશિદે આન્દ્રે રસેલને આઉટ કર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝને ત્રીજો ફટકો 16મી ઓવરના છેલ્લા બોલ પર લાગ્યો હતો. નિકોલસ પૂરન જોફ્રા આર્ચરની બોલિંગમાં વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. પૂરન 32 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો 137 રનના સ્કોર પર લાગ્યો હતો. લિયામ લિવિંગસ્ટોને 15મી ઓવરના છેલ્લા બોલ પર રોવમેન પોવેલને માર્ક વુડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પોવેલ 17 બોલમાં પાંચ સિક્સરની મદદથી 36 રન બનાવીને પરત ફર્યો હતો