દેશમાં ખાંડના ઉત્પાદનમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો થાય તેવો અંદાજ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંભવિત નીચા ઉત્પાદનને કારણે સપ્ટેમ્બરમાં પૂરા થતા વર્તમાન માર્કેટિંગ વર્ષમાં ઉત્પાદન ઘટીને 330.5 લાખ ટન થવાનો અંદાજ છે.
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA) એ બુધવારે 2023-24 માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માટે ખાંડના ઉત્પાદનનો બીજો એડવાન્સ અંદાજ બહાર પાડ્યો હતો. ઇન્ડસ્ટ્રી બોડીએ વર્ષ 2023-24માં ખાંડનું કુલ અંદાજિત ઉત્પાદન આશરે 330.5 લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે જે અગાઉના વર્ષમાં 366.2 લાખ ટન હતો.
મહારાષ્ટ્રમાં કુલ ઉત્પાદન 118.5 લાખ ટનથી ઘટીને 99.9 લાખ ટન થવાનો અંદાજ છે, જ્યારે કર્ણાટકમાં ઉત્પાદન 65.8 લાખ ટનથી ઘટીને 49.7 લાખ ટન થઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં કુલ ઉત્પાદન 118.9 લાખ ટનથી વધીને 119.9 લાખ ટન થયું છે.સરકારે અત્યાર સુધીમાં 2023-24 માટે શેરડીના રસ/બી-હેવી મોલાસીસ દ્વારા ઇથેનોલના ઉત્પાદન માટે માત્ર 17 લાખ ટન ખાંડના ડાયવર્ઝનને મંજૂરી આપી છે. આનો અર્થ એ થશે કે ખાંડનું ચોખ્ખું ઉત્પાદન આશરે 313.5 લાખ ટન રહી શકે છે.