દેશમાં ચાલુ વર્ષની શરૂઆત ઓટો સેક્ટરને ફળી છે. દેશમાં જાન્યુઆરી મહિનામાં પેસેન્જર વાહનો, ટૂ-વ્હીલર્સ અને ટ્રેક્ટર્સના મજબૂત વેચાણને પગલે ઓટોમોબાઇલનું રિટેલ વેચાણ 14 ટકા વધ્યું છે. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA) અનુસાર જાન્યુઆરી, 2023 દરમિયાન દરેક કેટેગરીમાં કુલ વેચાણ 18,26,669 યુનિટ્સ નોંધાયું છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 16,08,505 યુનિટ્સ રહ્યું હતું.
પેસેન્જર વાહનોનું વેચાણ પણ 22 ટકા વધીને 3,40,220 યુનિટ્સ (2,79,050 યુનિટ્સ) નોંધાયું છે. તદુપરાંત, ટૂ-વ્હીલરનું રિટેલ વેચાણ પણ 10 ટકા વધીને અગાઉના 11,49,351 યુનિટ્સથી વધીને 12,65,069 યુનિટ્સ નોંધાયું છે. થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 59 ટકા વધીને અગાઉના 41,487 યુનિટ્સથી વધીને 65,796 યુનિટ્સ નોંધાયું છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ 70,853 યુનિટ્સથી 16 ટકા વધીને 82,428 યુનિટ્સ નોંધાયું છે.