Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના IPOને મંજૂરી આપી છે. દેશની સૌથી મોટી ડિપોઝિટરીની આ પ્રારંભિક જાહેર ઓફર સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર કરવામાં આવશે એટલે કે OFS હશે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, કંપનીના 6 વર્તમાન શેરધારકો દ્વારા 5.72 કરોડ શેર વેચવામાં આવશે.


IDBI બેન્ક 2.22 કરોડ શેર વેચશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) તેના 1.80 કરોડ શેરનું વેચાણ કરશે, યુનિયન બેન્ક 56.25 લાખ શેર વેચશે, સ્પેસિફાઇડ અંડરટેકિંગ ઓફ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (SUUTI) 34.15 લાખ શેર વેચશે. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને HDFC તેમના શેરમાંથી 40-40 લાખ શેર વેચશે.

NSDL દેશની સૌથી મોટી ડિપોઝિટરી કંપની દેશમાં NSDL અને CDSL એમ બે ડિપોઝિટરી કંપનીઓ છે. CDSL એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ પહેલાથી જ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. NSDL દેશની સૌથી મોટી ડિપોઝિટરી કંપની છે, જે લાંબા સમયથી IPOની તૈયારી કરી રહી છે.