Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે ભાગમાં લાશ મળી હતી, જેના આરોપીને પોલીસે પકડી લીધો છે. આરોપી નૂર મોહમ્મદે જણાવ્યું કે તેને રિલેશન બનાવવા માટે કિન્નર મોહસિન ઉર્ફે ઝોયાને ઘરે બોલાવ્યો હતો. ઝોયાએ રિલેશન બનાવવાનો ઈનકાર કરી દીધો અને પૈસા માટે કહ્યું. બંને વચ્ચે ઝઘડો થયો, જેના પર આરોપીએ તેનું ગળું દાબી દીધું. પછી મીટ કાપવાના છરાથી શરીરના બે ટુકડા કર્યાં. આરોપીના ઘરની પેટીમાંથી ધડ મળી આવ્યું છે. મંગળવારે ખઝરાના વિસ્તારમાં કમરની નીચેનો ભાગ મળ્યો હતો. જે બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી.


ACP જયંતસિંહ રાઠોડે જણાવ્યું કે કિન્નર મોહસિન ઉર્ફે ઝોયા રવિવારથી ગુમ હતો. તેના પરિવારે ખઝરાના પોલીસ સ્ટેશનમાં તેની લાપતા થયાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી નૂર મોહમ્મદની ધરપકડ કરીને તેની પાસેથી ઝોયાના શરીરના અન્ય ભાગ જપ્ત કર્યા છે. આરોપીએ રિલેશન બનાવવાના ઈનકાર કરવાથી જોયાની હત્યા કરી હતી.

મંગળવારે સવારે સ્ટાર ચોકની પાસે શહીદ પેટ્રોલ પંપ નજીક પોલીસને એક મૃતદેહ પડ્યો હોવાની જાણકારી મળી હતી. પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા તો મૃતદેહનો કમરની નીચેનો ભાગ કોથળામાં બંધ હતો. તેનું ધડ અને માથું ગાયબ હતા. આ ઘટના બાદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.

મૃતદેહનો એક ભાગ મળી આવતા ડરી ગયો હતો મોહમ્મદ
નૂર મોહમ્મદ તક મળતા જ ઘરની પેટીમાં રાખેલા શબને ઠેકાણે કરવા માગતો હતો. પરંતુ ખઝરાનામાં બોડી મળ્યા પછી પોલીસ દ્વારા જાણકારી મેળવવામાં આવતા તે ડરી ગયો હતો. જેના કારણે તેને પોતાના ઘરની પેટીમાં જ શબને રાખી મુક્યો હતો. પરંતુ ઝોયાના કોલ ડિટેઈલ અને છેલ્લું લોકેશન નૂર મોહમ્મદના ઘરની આસપાસનું મળ્યું. આ વચ્ચે પોલીસને માહિતી મળી કે આબિદ પોતાની રિક્ષાથી ઝોયાને લેવા-મૂકવાનું કામ કરતો હતો. તેને જ છેલ્લે ઝોયા સાથે વાત કરી હતી. પોલીસે જ્યારે આબિદને પક્ડયો તો તેને નૂર મોહમ્મદના ઘર પર તેને છોડ્યો હોવાનું જણાવ્યું. જે બાદ પોલીસે નૂર મોહમ્મદને તેના સંબંધીના ઘરેથી પકડ્યો હતો.

જાણકારી મુજબ ઝોયા દેહ વેપાર કરતો હતો. નૂર મોહમ્મદ તેને પહેલાં પણ મળ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીએ તેને 10 હજાર રૂપિયા ઉધાર પણ આપ્યા હતા. પરંતુ પોલીસે આ વાતને રદિયો આપ્યો છે. ઝોયા અને આરોપી વચ્ચે છેલ્લે રૂપિયાને લઈને જ વિવાદ થયો હતો. નૂર મોહમ્મદ મટનની દુકાન પર કામ કરવાની સાથે જ ટાઈલ્સ લગાડવાનું પણ કરતો હતો. તે ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. તો તેની પત્ની પણ તેને છોડીને જતી રહી છે.