અમદાવાદના પ્રહલાદનગર રોડ પર CNG કારમાં એકાએક આગ ભભૂકી. આ ઘટનાના કારણે રોડની બીજી તરફ ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, આ ઘટનાના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ઘટનાની જાણ થતાં તુરંત જ ટ્રાફિક પોલીસે જે રોડ પર ઘટના ઘટી હતી તેને બ્લોક કરીને વાહનોને બીજા રસ્તે ડાયવર્ટ કર્યા હતા.
શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં CNG કારમાં લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની એક ગાડી તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફનો આખો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.