કેન્દ્ર સરકારે સરોગસી એક્ટની જોગવાઈઓને વધુ સ્પષ્ટ કરતાં સુપ્રીમકોર્ટમાં કહ્યું છે કે સરોગેટ માતા બાળક સાથે આનુવંશિક રીતે સંબંધિત હોય તે જરૂરી નથી. સરકારે કહ્યું છે કે ‘આનુવંશિક રીતે સંબંધિત’ શબ્દ સરોગેટ માતાને નહીં પણ બાળકને લાગુ પડે છે.
કેન્દ્રએ આ સુધી કહ્યું છે કે સરોગસીમાંથી જન્મેલા બાળક માટે સરોગેટ માતાને તેના પોતાના ગેમેટ્સ (ઓવા કે ઇંડા) આપવાની મંજૂરી નથી. સાથે જ ખંડપીઠે સરોગસી કાયદા સાથે સંબંધિત નિયમોને તાત્કાલિક લાગુ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
અગાઉમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે સરોગસી એક્ટની જોગવાઈઓ પર ત્રણ મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતાઓ માંગી હતી. આ બેન્ચ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ 2021 અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) રૂલ્સ 2022, સરોગસી (રેગ્યુલેશન) એક્ટ 2021 અને સરોગસી (રેગ્યુલેશન) રૂલ્સ 2022ની જોગવાઈઓને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે.