બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સોમવારે માંડ-માંડ બચી ગયા હતા. ઔરંગાબાદમાં ભીડમાંથી તેમના પર તૂટેલી ખુરશીનો ટુકડો ફેંકવામાં આવ્યો હતો. ટુકડો સીએમ તરફ ઝડપથી આવ્યો. જોકે સીએમ બચી ગયા હતા. આ પછી ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને ઘેરી લીધા હતા.
સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમાર ઔરંગાબાદના બારૂણ પ્રખંડના કંચનપુર પહોંચ્યાં. અહીં મુખ્યમંત્રીએ પંચાયલ ભવનનું ઉદ્ધાટન કરવાનું હતું. અહીં ઉદ્વાઘટ પછી સીએમ સુરક્ષા કર્મચારીઓ સાથે જવા લાગ્યાં. આ દરમિયાન ભીડમાંથી મુખ્યમંત્રી તરફ ખુરશીનો ટુકડો આવ્યો.