સુરેન્દ્રનગરના 60 ફૂટ રોડ પર આવેલા રાજ ગેસ્ટહાઉસમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા ક્રિપાલ ભગવાનભાઈ સિંધવ મિત્ર સાથે આવી મેનેજર પ્રદીપ મીર પાસે ઓળખકાર્ડ અને એન્ટ્રી વગર રૂમ લીધો હતો.ત્યારબાદ કોઈ પાસે બીયર મગાવી રૂમમાં લઈ જતા મેનેજરે ના પાડી છતાંય પોલીસ હોવાનું જણાવી કોઈ કાઈ નહીં કરે એમ બોલી રૂમમાં દારૂ પી મોડેથી કારની ચાવી બાબતે બબાલ કરી મેનેજરને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત મેનેજર સાથે ચાવી બાબતમાં બબાલ કરી માર મારી ધમકી આપ્યાની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવા રજૂઆત કરાઈ છે અને આ બાબતની મેનેજરે કેમેરાના ફૂટેજ રેકોર્ડિંગ પુરાવા આપી પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી હતી.