24મી કારગિલ વિજય દિવસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે કારગિલ યુદ્ધમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી નથી. તેનો અર્થ એ નથી કે અમે એલઓસી પાર કરી શક્યા નથી. અમે તે કરી શક્યા હોત, કરી શકીએ છીએ અને જરૂર પડશે તો કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જનતાએ યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. તેમણે નાગરિકોને આવી સ્થિતિમાં સૈનિકોને સાથ આપવા તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું.
રક્ષા મંત્રીએ દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. તેમણે કારગિલ યુદ્ધના શહીદોને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બાદમાં રાજનાથ સિંહે દ્રાસમાં ‘હટ ઓફ રિમેમ્બરન્સ’ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.