ભાજપે મંગળવારે હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે 62 ઉમેદવારોની પહેલી લિસ્ટ બહાર પાડી છે. જેમાં 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ સીટથી ચૂંટણી લડશે. તેમની સામે કોંગ્રેસના ચેતરામ મેદાને છે. અનિલ શર્મા મંડી અને સતપાલ સિંહ સત્તી ઉનાથી ચૂંટણી લડશે. રાજ્યમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની કુલ 68 સીટ છે. આમાંથી 20 બેઠકો અનામત છે. 17 સીટ અનુસૂચિત જાતિ(sc) અને 3 સીટ અનુચૂચિત જનજાતિ(ST) માટે અનામત છે. 2017માં ભાજપે પૂર્ણ બહુમતિ સાથે જીતી સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપ 44, અને કોંગ્રેસ 21 સીટ પર જીત્યું હતું. એક સીટ પર CPI(M) અને બે સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.