સીએનજી ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા આજથી આ ચોક્કસ મુદતની હડતાલ કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સીએનજી પંપ ધારકોની મિટિંગમાં આ હડતાલ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ તે પહેલા આજથી સીએનજી પમ્પ બંધ રહેશે તેવી અફવા શહેરમાં જોર શોરમાં પ્રવર્તતા મોડીરાત્રીએ શહેરના જુદા જુદા સીએનજી પમ્પ ઉપર રીક્ષા ચાલકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સીએનજી ભરાવવા કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા હતા.
સીએનજી બંધની અફવા
સુરત શહેરમાં આજથી તમામ સીએનજી પમ્પ બંધ રહેશે તેવી ગતરોજ મોડી રાત્રે અફવાએ જોર પકડ્યું હતું. આજથી તમામ સીએનજી પંપ ધારકો અચોક્કસ મુદત માટેની હડતાલ પર ઉતારવાના છે. તેવી જોરમાં મોડીરાત્રીએ વાત વહેતા થઈ હતી. સીએનજી પમ્પ બંધ થાય તો સૌથી વધુ રીક્ષા ચાલકોને હાલાકી પડી શકે છે. જેને લઇ ગત મોડી રાત્રીએ રીક્ષા ચાલકો અફવા ફેલાઈ હતી. જેથી રિક્ષામાં સીએનજી ભરાવવા જુદા જુદા પંપો પર લાંબી લાંબી લાઈનોમાં લાગી ગયા હતા.