Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

7.3%ના મજબૂત આર્થિક વૃદ્ધિદર સાથે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભર્યું છે અને આગામી ત્રણથી ચાર વર્ષમાં $5 ટ્રિલિયનના અર્થતંત્ર સાથે વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. દેશની વૃદ્ધિ માટેનું મુખ્ય ચાલકબળ ભારતનું યુવાધન છે, જે ભારતને વપરાશ અને ઉત્પાદકતાના સંદર્ભમાં અનન્ય વસ્તી વિષયક લાભ પ્રદાન કરે છે.


વર્ષ 2023ની જી20ની અધ્યક્ષતા દરમિયાન ભારતની મજબૂત વૈશ્વિક સ્થિતિ સ્પષ્ટ હતી, જ્યાં ભારતે આગામી દાયકા માટેના એજન્ડાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેમાં ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું તાતા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ એન્ડ તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીના એમડી શૈલેષ ચંદ્રએ જણાવ્યું હતું.

US EPAના રિસર્ચથી જાણવા મળે છે કે વૈશ્વિક કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનના 65% અશ્મિભૂત ઇંધણને બાળવાથી આવે છે, જે વધતા તાપમાન અને ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે. આ સમસ્યાના ઉકેલ માટે, વિકસિત દેશો નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય ધરાવે છે અને ઉર્જા અને પરિવહન ક્ષેત્રે શૂન્ય ઉત્સર્જન માટે કેટલાક કાયદાઓનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. COP26માં દેશની કાર્બનની તીવ્રતા 2030 સુધીમાં 45% ઘટાડવા અને 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવા માટે પીએમ મોદીની પ્રતિબદ્ધતા ક્લાઇમેટ ચેન્જ માટેની ભારતની ગંભીરતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

દુબઇમાં આયોજિત COP28માં અશ્મિભૂત ઇંધણને ચલણમાંથી બહાર કરવાની નેમ પણ 2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને તાકીદે હાંસલ કરવાની જરૂરિયાત દર્શાવે છે. એટલે જ આગામી 5 વર્ષમાં વૈશ્વિક સ્તરે નેટ ઝીરો માટે ટેક્નોલોજી પર ફોકસ રહેશે. ભારતમાં જે રીતે આર્થિક ગતિવિધિમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, લોકોની ખરીદશક્તિ વધી રહી છે અને તેના પરિણામે ઓટોમોબાઇલની માંગમાં પણ તેજી નોંધાઇ છે. ટૂંકમાં, ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા તેમજ તેના ઉકેલ માટે આગામી પાંચ વર્ષનું મુખ્ય લક્ષ્ય નેટ ઝીરો ઉત્સર્જન માટેની ટેક્નોલોજીનો વિકાસ છે.