Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં શનિવારે સવારે એક નાનું નાનું મેડિકલ વિમાન ક્રેશ થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલાડેલ્ફિયાથી મિઝોરી જઈ રહેલા વિમાનમાં સવાર તમામ 6 લોકોની મોતની આશંકા છે. આમાં બે ડોક્ટર, બે પાઇલટ, એક દર્દી અને એક ફેમિલી મેમ્બર શામેલ છે.


ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, લિયરજેટ 55 નામનું આ વિમાન નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી હતી. માત્ર 30 સેકન્ડ પછી, તે 6.4 કિલોમીટર (4 માઇલ) દૂર ક્રેશ થયું.

AFPએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, વિમાન રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું હતું, જેના કારણે વિસ્તારની ઘણી ઇમારતોમાં આગ લાગી હતી. તે જ સમયે, રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ વિમાન બે લોકો સાથે ઉડી રહ્યું હતું અને તે એક શોપિંગ મોલ નજીક ક્રેશ થયું.