Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કતારમાં રમાયેલા FIFA વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા પછી આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીના અનેક ફોટોઝ વાઇરલ થયા છે. જેમાંથી એક ફોટોમાં તે વર્લ્ડ કપ ટ્રોફીને પોતાની સાથે રાખીને સૂઈ ગયો છે. તેણે જ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને કૈપ્શનમાં લખ્યું હતું કે 'ગુડ મોર્નિંગ'. તો બીજીબાજુ ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમનું ત્યાંની રાજધાનીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાની સરકારી ન્યૂઝ એજન્સી ટેલેમના જણાવ્યા પ્રમાણે બ્યૂનોસ એર્સના સ્મારક સ્થળ પર 40 લાખ લોકો ભેગા થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું કહેવાય રહ્યું છે કે મેસ્સી ટ્રોફીની સાથે સૂઈ ગયો હતો. તેણે પોતાના બેડ પર જ ટ્રોફીની સાથે પોઝ આપ્યો હતો. આ પહેલા જીત પછી તેમની ટ્રોફીને કિસ કરવાના ફોટોઝ પણ વાઇરલ થયા હતા. આર્જેન્ટિનાએ 18 ડિસેમ્બરે રમાયેલી ફાઈનલમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.


સોશિયલ મીડિયા પર લોકોએ મેસ્સીના આ ફોટા પર ફની કોમેન્ટ્સ કરી હતી. કેટલાકે તેને શાંતિપૂર્ણ ઊંઘ ગણાવી તો કેટલાકે કહ્યું હતું કે ફૂટબોલનો કિંગનીસારી ઊંઘ આવી છે. હકીકતમાં, મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું 16 વર્ષ પછી પૂરું થયું છે. મેસ્સીનો આ પાંચમો વર્લ્ડ કપ હતો. 2006ના વર્લ્ડ કપમાં તે પહેલી વખત આર્જેન્ટિના ટીમ તરફથી રમ્યો હતો. પરંતુ આર્જેન્ટિના વર્લ્ડ કપ જીતવામાં સફળ થઈ શકી નહોતી. આર્જેન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો છે. અગાઉ 1978 અને 1986માં જીત મેળવી હતી.

ફિફા વર્લ્ડ કપની વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમ ત્યાંના ટાઇમ પ્રમાણે રાત્રે 3 વાગે પોતાના દેશ પરત ફરી હતી. જોકે ત્યારે આખું આર્જેન્ટિના જાગી રહ્યું હતું. આર્જેન્ટિનામાં મંગળવારે રાષ્ટ્રીય તહેવાર જેવો માહોલ ઊભો થયો હતો. ટીમે 11 કિલોમીટર જેટલો લાંબો રોડ શો કર્યો હતો.