ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મગફળીની અછતના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે ગરમીની શરૂઆતમાં લીંબુના ભાવમાં પણ વધારો થતા લીંબુ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે તેવુ જોવા મળી રહ્યું છે.
બજારમાં લીંબુની આવક ઓછી જેની સામે માંગમાં વધારો થયો
જામનગરમાં વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો બની ચૂક્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે જેની સામે માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે.