Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કાલાવડ રોડ, કોટેચા ચોક પાસે રહેતા યુવાને તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, બે સંતાન પૈકી 17 વર્ષની મોટી પુત્રી વૃંદાવન સોસાયટી રોડ પર આવેલી સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સોમવારે પુત્રી રાબેતા મુજબ સ્કૂલે ગઇ હતી. બાદમાં પોતે પરત રાજકોટ આવી પુત્રીની સ્કૂલે પહોંચી તપાસ કરતા પુત્રી તો બપોરે દોઢ વાગ્યે જ શાળાએથી નીકળી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પુત્રી તેનો મોબાઇલ ઘરે મૂકીને ગઇ હોય તેની સહેલીઓ તેમજ સગાંસંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ કોઇ ભાળ નહિ મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


જ્યારે રાજકોટ તાલુકાના લોધિડા ગામેથી તરુણીનું લગ્નની લાલચે બે શખ્સ અપહરણ કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાપી રહેતા અંકિત રામસરેખ યાદવ અને ટુનટુન અનિલ તાંતીના નામ ફરિયાદમાં જણાવ્યા છે.

આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા યુવાનની ફરિયાદ મુજબ, તેના મામાની 15 વર્ષની દીકરી મંગળવારે સવારે સાત વાગ્યાના અરસામાં ઘરમાં જોવા મળી ન હતી. પરિવારજનોની પૂછપરછ બાદ આસપાસ શોધખોળ શરૂ કરી હતી. પિતરાઇ બહેનને શોધખોળ દરમિયાન મામાની દીકરીને વાપીના શ્રીરામનગરમાં રહેતો અંકિત પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. અંકિત સાથે ટુનટુન પણ હોવાનું જાણવા મળતા બંને સામે આજી ડેમ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.