મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી. આ ઘટના સોનુ સાથે સેલ્ફી લેવા માટે બની હતી. આ આરોપ ઉદ્ધવ જૂથના ધારાસભ્ય પ્રકાશ ફટરપેકરના દીકરા ઉપર લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ સોનુ સોમવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી. જેમાં ઇજા પહોંચાડી અને ખોટી રીતે રોકવાની ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
આખરે ઘટના શું હતી
આ ઘટના ચેમ્બૂર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન બની હતી. સોનુ નિગમ પરફોર્મ કરી રહ્યો હતો. પોલીસમાં નોંધાવેલી ફરિયાત પ્રમાણે, ધારાસભ્ય પ્રકાશ ફટરપેકરના દીકરાએ પહેલાં તો સોનુના મેનેજર સાયરા સાથે ખરાબ વ્યવહાર કર્યો. તે પછી જ્યારે સોનૂ નિગમ સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે તેણે પહેલાં સિંગરના બોડીગાર્ડને ધક્કો આપ્યો અને પછી સોનૂને પણ ધક્કો માર્યો. DCP હેમરાજ સિંહ રાજપૂતના જણાવ્યા પ્રમાણે, આરોપીનું નામ સ્વપ્નીલ ફરટપેકર છે.